Last Updated: 12 Dec 2019 06:50 PM

India Top Stories / Most Popular (Last 16 hours)

India Top Stories

 divyabhaskar

 • ડોપિંગના લીધે રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ, ઓલિમ્પિક અને ફૂટબોલ વર્લ્ડ કપમાં ભાગ લઇ શકશે નહીં

  સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ એન્ટી ડોપિંગ એજેન્સી (WADA)એ સોમવારે રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. રશિયા હવે 2020 ટોક્યો ઓલિમ્પિક અને 2022ના ફૂટબોલ વર્લ્ડ કપ સહિત કોઈપણ સ્પોર્ટીંગ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે નહીં. WADAની કમિટીએ કહ્યું કે, રશિયા પર આરોપ હતો કે તે ડોપ ટેસ્ટ માટે એથ્લીટ્સના ખોટા સેમ્પલ મોકલી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, રશિયાએ સેમ્પલ્સમાં છેડછાડ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોસ્કોએ પોઝિટિવ ડોપિંગ ટેસ્ટ સંબંધિત ફાઈલો પણ ડીલીટ કરી હતી. WADAના અધિકારીએ કહ્યું કે, રશિયા પર પ્રતિબંધનો નિર્ણય આખી કમિટીનો હતો અને દરેક સદસ્ય આની તરફેણમાં હતું.

  સ્વિત્ઝર્લેન્ડમાં WADAની 12 સદસ્યની કમિટીએ રશિયા વિરુદ્ધ પ્રતિબંધનો પ્રસ્તાવ કર્યો હતો. રશિયાની એન્ટી ડોપિંગ એજેન્સીના પ્રમુખ યૂરી ગાનસે પ્રતિબંધની જાણકારી આપી હતી. WADAના નિયમ અનુસાર જે ખેલાડીઓ ડોપિંગના આરોપી નથી તેઓ ન્યૂટ્રલ ખેલાડી તરીકે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. રશિયાના ઓફિશિયલસે આ નિર્ણયને ખોટો કહ્યો છે અને જો તેઓ અપીલ કરે તો આ કેસ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) પાસે જશે.  Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
  રશિયા વિન્ટર ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં પણ ભાગ લઇ શકશે નહીં.

 • 38 વર્ષીય જો આકિન હેટ્રિક કરનાર સૌથી ઉંમરલાયક ફૂટબોલર, 55 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

  સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પેનની ફૂટબોલ લીગ 'લા લિગા'માં રવિવારે રિયલ બેટિસના કપ્તાન જોઆકિન સાન્ચેઝે એથલેટિક બિલબાઓ સામે હેટ્રિક ગોલ કર્યા હતા. તેના શાનદાર પ્રદર્શન થકી બેટિસે બિલબાઓને 3-2થી હરાવ્યું હતું. જોઆકિન ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ગોલ કરનાર સૌથી ઉંમરલાયક ગોલકીપર બની ગયો છે. તેણે 38 વર્ષ અને 140 દિવસની વયે હેટ્રિક નોંધાવી 55 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ રેકોર્ડ આર્જેન્ટિનાના એલ્ફ્રેડો ડી સ્ટેફાનોના નામે હતો. તેણે 37 વર્ષની ઉંમરે 1964માં રિયલ મેડ્રિડ માટે હેટ્રિક કરી હતી.

  જોઆકિને મેચમાં બીજી, 11મી અને 20મી મિનિટે ગોલ કર્યો હતો. તે 20 મિનિટની અંદર હેટ્રિક ગોલ કરનાર સાતમો ખેલાડી બન્યો છે. મેચ પછી તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે, " હું આ દિવસને આખું જીવન યાદ રાખીશ."

  જોઆકિને બેટિસ સાથે જ પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી
  જોઆકિન સ્પેન માટે 51 મેચ રમ્યો છે. તેણે 2000થી બેટિસ સાથે જ પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 2006થી 2011 સુધી વેલેન્સિયા, 2011થી 2013 સુધી મલાગા અને 2014થી 15 સુધી ફિઓરેન્ટિના માટે રમ્યો હતો. 2015માં તેણે ફરીવાર બેટિસ સાથે કરાર કર્યો હતો. તેણે લા લિગાની 533 મેચમાં 72 ગોલ કર્યા છે.  Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
  જોઆકિને મેચમાં બીજી, 11મી અને 20મી મિનિટે ગોલ કર્યો હતો.

 • પોલીસની હિંસાના વિરોધમાં ફૂટબોલ ફેન્સ એકજૂથ થયા, મેચનો અધવચ્ચે બહિષ્કાર કરી સ્ટેડિયમ છોડ્યું

  મોસ્કોઃ રશિયામાં પોલીસની હિંસાના વિરોધમાં ફૂટબોલ ફેન્સ એકજૂટ થઈ ગયા છે. સમગ્ર રશિયામાં ફર્સ્ટ ડિવિઝન મેચ સમયે ફેન્સ 30મી મિનિટે સ્ટેડિયમ છોડી રહ્યા છે. ગત સપ્તાહે સ્પોર્ટ્સ મોસ્કોના સમર્થકોએ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી રશિયાની ક્લબ મેચોમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે.

  કઈ ઘટનાના વિરોધમાં ફૂટબોલ ફેન્સ?

  ગયા સપ્તાહે સેન્ટ પિટર્સબર્ગમાં જેનિટ અને સ્પોર્ટ્સ ક્લબ વચ્ચેની મેચમાં પોલીસે 150 થી 200 ફૂટબોલ ફેન્સની ધરપકડ કરી હતી. જોકે તેમની ધરપકડ પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ ઘટના બાદ ફૂટબોલ સમર્થકોના સંગઠન ફ્રાતારિયાએ એક નિવેદન જારી કર્યું છે. સંગઠને કહ્યું છે કે બન્ને ક્લબ એકબીજાથી દુશ્મનાવટ માટે જાણીતી છે. પોલીસે આ મેચને તેમના સમર્થકો માટે જોખમરૂપ ગણાવી હતી, જોકે આ મેચને લીધે હિંસા થઈ હોય તેવી કોઈ ઘટના સામે આવી ન હતી.

  મેચ સમયે સામાન્ય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી

  રશિયાની આર સ્પોર્ટ્સ ન્યૂઝ એજન્સીએ સાક્ષીને ટાંકી દાવો કર્યો હતો કે પોલીસે મેચ સમયે સમર્થકોને માર્ગો અને બારમાંથી ઉઠાવ્યા હતા. મોસ્કોમાં રહેતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને તેમના ઉપર ઉપદ્રવ તથા ગુંડાગીરી કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. અહેવાલો પ્રમાણે જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમા એક ફેન પર ફૂટબોલર અર્ટેમ જ્યુબાનું અપમાન કરવા બદલ સ્ટેડિયમમાં દોઢ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

  સરકારા આદેશ પર હિંસમુક્ત રહ્યો હતો વિશ્વ કપ

  રશિયામાં ફૂટબોલ સ્ટેડિયમમાં વર્ષ 1990ના સમયતી હિંસા શરૂ થઈ હતી. ત્યારથી ટીમો વચ્ચેની લડાઈ મેદાનથી બહાર ફેન્સ વચ્ચેની લડાઈનું સ્વરૂપ બની ગઈ. આ પ્રકારના ઝઘડાનો એક કિસ્સો ત્રણ વર્ષ અગાઉ જોવા મળ્યો હતો. ફ્રાંસના માર્સેલમાં યુરો-2016 દરમિયાન રશિયાના ફેન્સ દ્વારા ઉપદ્રવ કરવામાં આવ્યો હતો. તેનાથી શહેરમાં ઘણુ નુકસાન થયું હતું.

  રશિયા સરકારે આ ઘટનાને જોતા વર્ષ 2018ના વિશ્વ કપ પહેલા જ ક્લિન સ્ટેડિયમ પોલિસી શરૂ કરી હતી. સરકારની આ નીતિ ખૂબ જ અસરકારક રહી અને રશિયામાં કોઈ પણ હિંસક ઘટના વગર વિશ્વકપ પૂરો થયો. વર્તમાન સમયમાં ક્લબ મેચોમાં ફેન્સ વચ્ચે ઝઘડાની નાની-નાની ઘટના સામે આવતી રહી છે. પરંતુ વિશ્વ કપ બાદ પણ પોલીસે કડક વલણ જાળવી રાખ્યું છે.

  મેચ છોડવાની અમારી અપિલ અસરકારક રહીઃ ફ્રાતારિયા

  ફ્રાતારિયાના મેનેજર એન્ટનના જણાવ્યા પ્રમાણે સેન્ટ પિટર્સબર્ગમાં પોલીસે ફેન્સ સાથે જે વ્યવહાર કર્યો હતો તે ખરાબ હતો. આ વર્ષ જુલાઈમાં પોલીસે રોસ્તોવમાં સ્ટેડિયમની બહાર જઈ રહેલા સ્પોર્ટ્સ મોસ્કોના કેટલાક ફેન્સ સાથે મારપીટ કરી હતી. આ ઘટનાના કેટલાક ફોટો જાહેર થયા હતા, જેને પગલે રશિયાના ફૂટબોલ ફેન્સ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા. ફ્રાતારિયાના ફેન્સે 30મી મિનિટમાં જ મેચ છોડવાની જે અપિલ કરી હતી કે અસરકારક નિવડી છે.  Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
  રશિયામાં જેનિટ અને સ્પોર્ટ ક્લબ વચ્ચેની મેચોમાં ફેન્સ વચ્ચેની લડાઈ બિલકુલ સામાન્ય રહી છે (ફાઇલ ફોટો)

 • મેસ્સીની 35મી હેટ્રિક, સ્પેનિશ લીગમાં સૌથી વધુ હેટ્રિકનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

  સ્પોર્ટ્સ ડેસ્ક: બાર્સેલોનાએ સ્પેનિશ ફૂટબોલ લીગમાં રિયલ મલોરકાને 5-2થી પરાજય આપ્યો. બાર્સેલોના 15 મેચથી 34 પોઈન્ટ સાથે ફરી એકવાર લા લિગામાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. બાર્સેલોના તરફથી લિયોનલ મેસ્સીએ હેટ્રિક લગાવી. આ તેની 35મી હેટ્રિક હતી. 32 વર્ષીય મેસ્સીએ સ્પેનિશ લીગમાં સૌથી વધુ હેટ્રિકનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. મેસ્સીને છઠ્ઠી વખત બેલેન ડિ ઓર મળ્યો.

  ચારમાંથી ત્રણ લીગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્યા

  • ઈપીએલ: માનચેસ્ટર યુનાઇટેડે માનચેસ્ટર સિટીને 2-1થી હરાવી. સિટીના 32 પોઇન્ટ છે. તે ટોપ ટીપ લિવરપૂલ (46)થી 14 પોઇન્ટ પાછળ છે. સિટી ચેમ્પિયન બનવાની રેસમાં પાછળ રહ્યો છે.
  • લીગ-1‌: ડિફેન્ડિંગ ચેમ્પિયન પેરિસ સેન્ટ જર્મેન(પીએસજી)ને ફ્રેન્ચ લીગમાં સતત ચોથી જીત મળી. પીએસજીએ મોન્ટપેલિયરને 3-1થી પરાજય આપ્યો.
  • સીરી એ: ઈટાલિયન લીગમાં યૂવેન્ટ્સને લાજિયોએ 3-1થી પરાજય આપ્યો. આ યૂવેન્ટ્સનો વર્તમાન સિઝનમાં પહેલો પરાજય છે. ટીમ બીજા ક્રમે આવી ગઈ છે.
  • બુંદેસલિગા: જર્મન લીગમાં બોરુસિયા મોચેનગ્લેડબેકે ડિફેન્ડિંગ ચેમ્પિયન બાયર્ન મ્યૂનિખને 2-1થી પરાજય આપ્યો. બોરુસિયાએ ઈન્જરી ટાઇમમાં ગોલ કર્યો.


  Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
  Messi's 35th hat-trick creates the world record of the highest hat-trick in the Spanish League

 • બાસ્કેટબૉલ ખેલાડી રાધા રાવે રેલવેની નોકરી છોડી, અત્યાર સુધી 75 આદિવાસી ખેલાડીને ફ્રીમાં તાલીમ આપી ચૂકી છે

  શેખર ઝા, રાયપુર: બાસ્કેટબૉલની નેશનલ ખેલાડી રાધા રાવ કાલવા છ વર્ષથી છત્તીસગઢના રાજનાદગાંવ જિલ્લામાં આદિવાસી ખેલાડીઓને મફત તાલીમ આપી રહી છે. અહીંના ખેલાડીઓ નેશનલ અને ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં મેડલ જીતી ચૂક્યા છે. તેમાંથી બે ખેલાડી ઈન્ટરનેશનલમાં અને 20થી વધુ ખેલાડી નેશનલમાં મેડલ જીત્યા છે. નેશનલમાં 15 ખેલાડી જીતનારી રાધાને બાસ્કેટબૉલમાં પર્ફોર્મન્સના આધારે નોકરી મળી હતી. આદિવાસી ખેલાડીઓનો સ્ટેમિના અને સ્ફૂર્તિ જોઈને રાધાએ તેમને તાલીમ આપવાનું વિચાર્યું હતું. એ માટે તેણે નોકરી છોડી અને અત્યાર સુધી 75થી વધુ ખેલાડીને તાલીમ આપી ચૂકી છે. આ ખેલાડીઓને ખાનગી કંપનીઓ તરફથી ફ્રીમાં સ્પોર્ટ્સ કિટ મળે છે.

  દંતેવાડાની ગીતાએ વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો
  બાસ્કેટબૉલ ખેલાડી રાધા રાવે રેલવેની નોકરી છોડી, અત્યાર સુધી 75 ખેલાડીને ફ્રીમાં તાલીમ આપી ચૂકી છે
  દંતેવાડાની ગીતા વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતી ચૂકી છે. તેની સાથે તાલીમ લઈ ચૂકેલા ખેલાડીઓ સ્કૂલ નેશનલ અને ઓપન નેશનલમાં પણ મેડલ જીતી ચૂક્યા છે.

  1. ગીતા યાદવ (દંતેવાડા): પેરિસમાં થયેલી વર્લ્ડ સ્કૂલ 3 ચેમ્પિયનશિપમાં સિલ્વર. નેશનલમાં 10 મેડલ.
  2. રબિના પૈકરા (અંબિકાપુર): એશિયન પેસિફિક યૂથ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ. નેશનલમાં 10 મેડલ.
  3. સુલોચના તિગ્ગા (મૈનપાટ): વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયન શિપમાં ભાગ લઈ ચૂકી છે. નેશનલમાં 8 મેડલ.
  4. નિશા કશ્યપ (અંબિકાપુર): એશિયન સ્કૂલ અને બે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતરી. નેશનલમાં 14 મેડલ.
  5. શઆંતિ ખાખા (પત્થલગાંવ): નેશનલ ચેમ્પિયન શિપમાં 3 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

  દર વર્ષે ટૂર્નામેન્ટમાંથી ખેલાડીઓની પસંદગી, પતિ પણ રમત સાથે જોડાયેલા છે
  નેશનલમાં રાધા છત્તીસગઢ સિવાય પંજાબ વતી પણ રમી ચૂકી છે. તે અત્યાર સુધી 20 નેશનલ અને ઈન્ટરનેશનલમાં ઉતરી છે. સારા પ્રદર્શનના કારણે તેને પશ્ચિમ રેલવેમાં નોકરી મળી હતી. પતિ રાજેશ્વર રાવ રાજનાંદગાંવ સ્થિર સાઈ સેન્ટરના ઈન્ચાર્જ છે. ત્યાર પછી રાધા નોકરી છોડીને રાજનાંદગાંવ આવી ગઈ. અહીં તેણે આદિવાસી ખેલાડીઓને જોયા, ત્યાં તેમની મહેનતથી તે ઘણી પ્રભાવિત થઈ અને તેથી તેણે તેમને તાલીમ આપવાનું વિચાર્યું. પતિએ પણ તેને સહકાર આપ્યો. 2013માં તાલીમની શરૂઆત થઈ. તે દંતેવાડા, પત્થલગાંવ જેવા અંતરિયાળ ગ્રામીણ ખેલાડીઓને પણ તાલીમ આપી ચૂકી છે. 32 વર્ષીય રાધા કહે છે કે, દરેક સિઝન માટે ખેલાડીઓની શોધ જાન્યુઆરીથી શરૂ થઈ જાય છે અને તે એપ્રિલ સુધી ચાલે છે. આ દરમિયાન બસ્તર અને સરગુજા સહિત આદિવાસી વિસ્તારોમાં થતી સ્ટેટ અને નેશનલ સ્તરની ટૂર્નામેન્ટમાં જે ટીમ ભાગ લે છે, તે બાળકોનું પર્ફોર્મન્સ પણ જુએ છે. તેમાં 30થી 40ની પસંદગી થાય છે. તે બધાને હું એક મહિનો કેમ્પમાં રાખીને તાલીમ આપું છું. ત્યાર પછી પ્રદર્શનના આધારે 15થી 20 ખેલાડીનું ફાઈનલ લિસ્ટ જાહેર કરાય છે. એક વર્ષમાં જેમનું પ્રદર્શન સારું હોય, તેમની તાલીમ ચાલુ રખાય છે અને બીજા બહાર થઈ જાય છે.  Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
  ખેલાડીના અભ્યાસ અને રહેવાની વ્યવસ્થા બે ખાનગી સ્કૂલમાં ફ્રી છે.

 gstv

 aajkaaldaily

 kutchmitradaily

 gujarattoday

 kutchuday

 janmabhoomi

 loksansar

 iamgujarat

 gujarattimesusa

 chitralekha

 abhiyaanmagazine

 gujaratsamachar

 ahmedabadexpress